How to download digital voter Identity card – Download PDF Version of your Voter Id

By | November 16, 2022

How to download digital voter Identity card – Download PDF Version of your Voter Id

ડિજિટલ કાર્ડના લાભ

E-EPIC નવા વોટર્સને જારી કરાતા પ્લાસ્ટિક વોટર કાર્ડથી અલગ હશે. એને ડિજિલોકરમાં પણ અપલોડ કરી શકાય છે.
E-EPIC ડાઉનલોડ કરતાં પહેલાં KYC કરાવવું પડશે. આ સુવિધા મળ્યા પછી વોટરને એડ્રેસ ચેન્જ થાય ત્યારે વારંવાર નવું કાર્ડ બનાવવાની જરૂર નહીં પડે. આ માટે સિંગલ ઈ-એપિક પૂરતું હશે. QR કોડમાં બદલાયેલા સરનામા સાથે એને નવેસરથી ડાઉનલોડ કરી શકાય છે.


જે વોટર્સનું વોટર ID કાર્ડ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, તેઓ ફ્રીમાં ડુપ્લિકેટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
આ પગલાથી વન નેશન-વન ઈલેક્શન કાર્ડની યોજના પર આગળ વધી શકાશે.

E EPIC Download

તમે કેવી રીતે e-EPIC ડાઉનલોડ કરી શકશો?

  • સૌપ્રથમ તમારે e-EPIC ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સાઈટ પર જવાનું રહેશે.
  • વોટર પોર્ટલની વેબસાઈટ http://voterportal.eci.gov.in/ અને NVSP ની સાઈટ https://nvsp.in/ છે. આ ઉપરાંત તમે ગૂગલ પ્લેમાંથી વોટર મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
  • જો e-EPIC ડાઉનલોડ કરવા માગો છો, પરંતુ E-EPIC નંબર ખોવાયો છે તો તમે ઈલેક્ટોરલ ફોર્મને http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર સર્ચ કરો. અહીંથી તમે તમારો e-EPIC નંબર મેળવી શકો છો.

e-EPIC ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે

  1. e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે વોટર હેલ્પલાઈન એપ જવાનું રહેશે.
  2. વોટર પોર્ટલ પર ખુદને રજિસ્ટર કે લોગિન કરો.
  3. એના પછી મેન્યુ પર જઈને ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
  4. EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
  5. OTPથી નંબર વેરિફાઈ કરો.
  6. ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
  7. જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
  8. તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
  9. KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.

e-EPIC ડાઉનલોડ પ્રોસેસ | e-EPIC ડાઉનલોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *