Gyan Sadhana Scholarship Merit Registration 2023
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત-૨૦૨૩
સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. 07-06-2023 ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ | અભ્યાસ કરેલ તેમજ RTE Act, 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 25000 તેજસ્વી વિધાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 11-06-2023 ના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવેલ.
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તા. 23-06-2023ના રોજ કુલ-28041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે.
આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા. 07-08-2023 રોજ બપોરે 02:00 કલાકથી તા. 14-08-2023 ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી વેબસાઈટ http://gssyguj.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આનુષાંગિક આધાર-પુરાવા અપલોડ કરવા જણાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમયાંતરે આ જ વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
નોટીફીકેશન | ઓનલાઈનરજીસ્ટ્રેશન