ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૩ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૦૩ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ત્રીજા સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે ચોથા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં ૩ August રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
પોસ્ટ ૦૨ ઓગસ્ટના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર જાણશે ગુજરાત, જીતશે ગુજરાત
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://g3q.co.in/
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન અહીંથી કરો
સ્કુલ લેવલ ક્વીઝ
1. ગુજરાત રાજ્યમાં કિસાન પરિવહન યોજના હેઠળ(May 2022 સુધી) કેટલા ખેડૂતોને મધ્યમ સાઈઝના ગુડ્સ કેરેજ વાહન સહાય પેટે કુલ કેટલી રકમ મળી છે ?
2. ગુજરાતમાં 2016માં રાજ્યની સૌપ્રથમ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (એફએમટીટીઆઈ)ની સ્થાપના માટે 32 હેક્ટર જમીન ક્યાં ફાળવવામાં આવી હતી?
3. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ’ માટે અરજી કરવા કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?
4. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સિવાય ગુજરાત સરકાર દ્વારા અન્ય કઈ ટેકનિકલ યુનિવર્સિટી/સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ?
5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?
6. કઈ યોજનાનો હેતુ વીજ વિતરણમાં નાણાકીય અવ્યવસ્થાનો કાયમી ઉકેલ લાવવાનો છે ?
7. ગુજરાતમાં કેટલા થર્મલ પાવર પ્લાન્ટ છે?
8. PFMS નીચેનામાંથી કોનામાં વૃદ્ધિ કરે છે ?
9. રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમ મોકલી શકાય છે ?
10. સામાજિક સમરસતા દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
11. વ્યાપક ભૌગોલિક અને ક્ષેત્રીય ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે યુવાનોની રોજગારી અને ઉત્પાદકતા વધારવા તથા કૌશલ્ય વિકાસને મહત્ત્વાકાંક્ષી બનાવવા માટે PMKVY દ્વારા ક્યા વર્ષમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે ?
12. કચ્છમાં સૂર્યમંદિર કયા સ્થળે આવેલું છે ?
13. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
14. ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ?
15. આરબીઆઇ દ્વારા રાણકી વાવનું ચિત્ર કઈ ચલણી નોટ પાછળ મૂકવામાં આવ્યું છે ?
16. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ – આ જાણીતી પંક્તિના કવિ કોણ છે ?
17. ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે ?
18. ‘રામાયણ’ના રચયિતા કોણ છે ?
19. શ્રવણનું મૃત્યુ કઈ નદીને કિનારે થયું હતું ?
20. પનિહારી નૃત્ય એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
21. વસંતપંચમીના દિવસે કોની પૂજા કરવામાં આવે છે ?
22. ‘ચરકસંહિતા’ ગ્રંથ કોણે લખ્યો છે?
23. ‘સત્યાર્થપ્રકાશ’ના લેખક કોણ છે?
24. ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું?
25. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિના કિસ્સામાં ત્રીજા વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?
26. ‘તીર્થંકર વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
27. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
28. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
29. કયું ખનિજ સૌરાષ્ટ્રમાં ‘પોરબંદરના પથ્થર’ તરીકે પણ ઓળખાય છે ?
30. સિક્કિમનું રાજ્ય પ્રાણી કયું છે ?
31. ‘ઓર્ગેનાઈઝેશન એન્ડ મેનેજમેન્ટ, સિલેક્ટેડ પેપર્સ’ નામનું પુસ્તક કોણે લખ્યું હતું?
32. ઓલ ઇન્ડિયા રેડીયોનો મુદ્રાલેખ શું છે ?
33. ગામડા સ્વચ્છ રહે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકારશ્રીની કઈ સ્કિમ હેઠળ ખેડૂતો પાસેથી છાણ અને પાકના કચરાને વ્યાજબી ભાવે ખરીદવામાં આવે છે ?
34. બાગાયતી વિભાગ દ્વારા 2021માં પ્લગ નર્સરી યોજના કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી ?
35. ઓન્કોલોજી એ શેનો અભ્યાસ છે ?
36. હિમાલયન ઇકોસિસ્ટમને ટકાવી રાખવા માટેના નેશનલ મિશન હેઠળ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે?
37. રાજ્યના ગામોમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કયું દળ કરે છે?
38. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામથી ઓળખાય છે ?
39. રાષ્ટ્રીય પોલીસ મિશન (એન.પી.એમ) હેઠળ કેટલાં સૂક્ષ્મ મિશનની રચના કરવામાં આવી છે?
40. રક્તપિત્તના દર્દીઓને કઈ જગ્યાએથી સારવાર પૂરી પાડવામાં આવે છે ?
41. કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રૉજેક્ટનું નામ શું છે ?
42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
43. મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.
44. ખાંડઉદ્યોગની કઈ આડપેદાશનો રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ થાય છે ?
45. જીપ્સમ વિપુલ પ્રમાણમાં ક્યાં ઉપલબ્ધ થાય છે ?
46. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે શહેરીવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?
47. ગુજરાત સરકારની ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીએ મેળવેલ લોન પર લાભાર્થી વતી રાજ્ય સરકાર દ્વારા કેટલું વાર્ષિક વ્યાજ ભોગવવાનું રહેશે ?
48. બિહારમાં મહાત્મા ગાંધી કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમમાં કરવામાં આવી છે?
49. રિટ ઓફ મેન્ડમસનો અર્થ શું છે ?
50. ભારતમાં ન્યાયિક સમીક્ષાની સત્તા કોની પાસે છે ?
51. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ 2003 હેઠળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે ?
52. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ માટે કોની મંજૂરી જરૂરી છે ?
53. યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કયા વર્ષમાં આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કનું સમર્થન કરવામાં આવ્યું હતું?
54. સુભાષચંદ્ર બોઝના ગુમ થવાની તપાસ કરવા માટે ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?
55. iORA 2.0 મારફત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલી અરજીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે ?
56. બિનપિયત જમીનમાં સિંચાઈ માટે પાણી પુરવઠાનો લાભ આપતો સરદાર સરોવર પ્રોજેક્ટ ગુજરાતના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
57. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ તા. 28/05/2018 ના દિને કઈ નીતિ જાહેર કરી ?
58. ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ ગામ કયું બન્યું છે ?
59. કયા મંત્રાલય દ્વારા ‘HRIDAY’ યોજનાની શરૂઆત થઈ છે ?
60. ગુજરાતમાં વર્ષ 2016-17થી રાજ્યની તમામ ગ્રામ પંચાયતો આવરી લઈ ડોર ટુ ડોર ઘ્યાન કચરાનું કલેક્શન કરી લેન્ડ ફીલ સાઈટ સુધી લઈ જવા માટે કઈ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવે છે ?
61. પંચાયતી રાજ મંત્રાલયે સમગ્ર દેશમાં એક વપરાશ કરતા મૈત્રી પૂર્ણ વેબ આધારિત પોર્ટલ કયા નામે શરૂ કરેલ છે?
62. સાગરમાલા કાર્યક્રમના ભાગ રૂપે, 2015-2035 દરમિયાન અમલીકરણ માટે કેટલાથી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે ?
63. ગુજરાતમાં કયો રેલવે ઝોન આવેલો છે ?
64. આઇ.આર.સી.ટી.સી.ના ટૂર પેકેજમાં શું સામેલ છે?
65. આસામમાં બનેલા નવા બ્રહ્મપુત્રા પુલ પર કેટલી લેન (માર્ગ) છે ?
66. ગુજરાતમાં ગિરનાર ખાતે રોપ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું?
67. બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલા વ્યાજના દરે લોન મળે છે ?
68. વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?
69. ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?
70. હિન્દુ ગરો બ્રાહ્મણના યુવાનોને કર્મકાંડની તાલીમ આપી પૂરક રોજગારી પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશથી સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
71. ગુજરાત સરકારે સ્પોર્ટ પૉલિસી-2022 – 2027 કયારે જાહેર કરી ?
72. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?
73. બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ 2022ની થીમ કઈ છે ?
74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાળ સુરક્ષા સેવાઓ’ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સરકાર દ્વારા કેટલા પોર્ટલ પ્રદાન કરવામાં આવે છે?
75. નીચેનામાંથી ભારતીય ઔષધીય છોડની લુપ્ત થતી પ્રજાતિ કઈ છે ?
76. બ્લીચિંગ પાઉડર કલોરિન સાથે કોના સંયોજન થકી રચાયેલ છે ?
77. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીને ગરમ કરવાની સામગ્રીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?
78. સ્વદેશી ચળવળ દરમિયાન નીચેનામાંથી કયા અખબારે સૌપ્રથમ વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું ?
79. હિલ કોટનમાંથી બનાવેલ ખાદીનું કાપડ કયા નામે ઓળખાય છે ?
80. ભારતનેટ પ્રોજેક્ટ માટે અમલીકરણ કરનારી એજન્સી કઈ છે ?
81. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?
82. નંદા પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
83. રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલી ગિરિમાળા કઈ છે ?
84. નીચેનામાંથી કઈ નદી સતોપંથ ગ્લેશિયરમાંથી નીકળે છે ?
85. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
86. ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
87. કયા ગુપ્ત રાજાએ ભારતમાંથી હૂણોને ભગાડી મૂક્યા હતા ?
88. બાગાયતી પાકોમાં ફુલાવર (ફૂલગોબી )ને કયો પાક ગણી શકાય ?
89. અંદામાન -નિકોબાર ટાપુઓનું મુખ્ય શહેર કયું છે ?
90. બેડમિન્ટન અને વોલીબોલમાં સામાન્ય રીતે કયો શબ્દ વપરાય છે ?
91. 2022 મલેશિયા ઓપન મેન્સ ટાઇટલનો વિજેતા કોણ છે ?
92. ‘બીમર’ શબ્દ કઈ રમતમાં વપરાય છે?
93. આપેલ વિકલ્પમાંથી પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ શું છે ?
94. કલમ 352 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ કોની સલાહ હેઠળ કટોકટી જાહેર કરે છે ?
95. ‘નોરા’ એ ઈબ્સેનની કઈ પ્રખ્યાત કૃતિનું પાત્ર છે?
96. નીચેનામાંથી કઈ ઊર્જા પૃથ્વીમાં સંગ્રહિત હોય છે ?
97. કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?
98. ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
99. શ્રી આઈ.જી.પટેલને વર્ષ 1991માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
100. રમત-ગમત ક્ષેત્રે શ્રીમતી સાનિયા મિર્ઝાને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
101. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો ?
102. ‘વિશ્વ આઘાત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. ‘શૂન્ય ભેદભાવ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
104. ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ક્યારે હોય છે ?
105. ગન પાઉડરનું મિશ્રણ નીચેનામાંથી કયું છે ?
106. ગુજરાતમાં ઇસબગુલના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રણી છે?
107. એર ઈન્ડિયાના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
108. સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈને શાનું બિરુદ આપવામાં આવ્યું છે ?
109. કઈ કંપનીએ બે મિનિટમાં ઘર ખરીદનારાઓને સૈદ્ધાંતિક હોમ લોન મંજૂરી આપવા માટે WhatsApp પર ‘સ્પોટ ઑફર’ શરૂ કરી?
110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુઘોષ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
111. દિલ્હી ખાતે આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો ?
112. કાશીનું બીજું નામ શું છે ?
113. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા ?
114. ‘સાક્ષર ભૂમિ’ તરીકે ગુજરાતનું કયુ શહેર જાણીતું છે ?
115. ભારતના ફ્લાઈંગ શીખ કોણ છે ?
116. સુપ્રસિદ્ધ ‘શ્રી રાધા રમણ મંદિર’ ઉત્તરપ્રદેશમાં કઈ જગ્યાએ આવેલું છે ?
117. માયોપિયા શબ્દ સાથે કયું અંગ સંકળાયેલું છે?
118. ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?
119. મેમરીના એકમોને ઉતરતા ક્રમમાં ગોઠવો : TB, KB, GB, MB
120. યુઝરનેમ અને પાસવર્ડની ચકાસણી માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
121. ભારતનું કયું રાજ્ય અલ્પના- લોક કલા સાથે સંકળાયેલું છે ?
122. નીચેનામાંથી કયા પ્રકારની કળાનો ઉદ્ભવ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં થયો છે ?
123. રસાયણશાસ્ત્રમાં TNTનું પૂરું નામ શું છે ?
124. ઘન અવસ્થાને સીધી વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે?
125. જલારામ બાપાના ગુરુ કોણ હતા ?
કોલેજ લેવલ ક્વીઝ
1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૭૬% ઉત્પાદન સાથે અગ્રણી છે?
2. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉછેરમાં પેટ્રોલીંગ કમ ફીશ કલેકશન બોટ ખરીદ ક૨વા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
3. ખેતીકીય દૃષ્ટિએ ગુજરાતનો સૌથી સમુદ્ધ પ્રદેશ કયો છે ?
4. સફળ ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર મોટી હકારાત્મક અસરના વિઝન સાથે ગુજરાતમાં સ્થપાયેલ સંસ્થા iCreateનું પૂરું નામ શું છે ?
5. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
6. વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ ?
7. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે?
8. ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઈ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કોણે કર્યું ?
9. કાર્યક્ષમ LED લાઇટિંગના વિતરણ માટે ભારત સરકાર દ્વારા કઈ યોજનાની જાહેરાત થઈ છે?
10. ક્ષમતાની દૃષ્ટિએ ભારત પવન-ઊર્જાક્ષેત્રે કેટલામાં ક્રમે છે ?
11. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા કેટલા વિસ્તારમાં વિકસાવાયો છે?
12. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને શેનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
13. જો કોઈ કંપની પર સી.એસ.આર. લાગુ પડતું હોય તો કંપનીના તાત્કાલિક અગાઉના ત્રણ નાણાકીય વર્ષોના સરેરાશ ચોખ્ખા નફાની કેટલી ટકાવારી સી.એસ.આર. પર ખર્ચ કરવાની ફરજ પડશે ?
14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
15. ગુજરાત રાજ્યમાં રેકર્ડની જાળવણી અને સલામતી માટે અભિલેખાગાર ખાતાની કોમ્પેક્ટર રેકર્ડ સિસ્ટમની યોજના કયારથી અમલમાં છે ?
16. ગ્રાહકોના તકરારના ઝડપી નિર્ણય માટે ગુજરાત રાજ્યમાં કેટલાં જિલ્લા કમિશન કામ કરે છે ?
17. કઈ યોજનામાં ગુજરાત સરકાર અને દાતાઓનો ફાળો 40:60ના ગુણોત્તરમાં હોય છે ?
18. કઈ યોજના હેઠળ મફત ભોજનનું વિતરણ કરવા માટે ચેરીટેબલ /ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી પર ચૂકવવામાં આવતા CGSTની ભરપાઈ ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય તરીકે કરવામાં આવે છે ?
19. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
20. ગુજરાતમાં કયા કાળને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ?
21. આપેલ વિકલ્પમાંથી ગુજરાતનો હેરિટેજ રૂટ કયો છે?
22. રાજકોટ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
23. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?
24. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે ?
25. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
26. જાતક કથાઓ કોના પૂર્વજન્મની કથાઓ છે?
27. છાઉ નૃત્ય એ કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે?
28. ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’નાં લેખિકા કોણ છે ?
29. આઝાદ હિન્દ ફોજમાં રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટના કેપ્ટન કોણ હતા?
30. કેલોફિલમ ઈનોફિલમ (રંતુ નાગકેશર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
31. દતુરા મેટલ (ધતુરા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
32. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
33. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
34. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
35. ગુજરાતમાં આવેલ શૂળપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
36. ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
37. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે ?
38. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?
39. ભારત સરકાર દ્વારા 2014માં ગંગા નદીને સ્વચ્છ કરવાના આશયથી કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે?
40. ગુજરાત સરકારની 1લી જુલાઈ 2021થી શરૂ થયેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન પૉલિસી કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે?
41. ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છ-ભૂજના કયા વિસ્તારને ઘાસના વાવેતર દ્વારા પુન:જીવિત કરવામાં આવ્યું ?
42. માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી?
43. ગૃહરક્ષકદળમાં ભરતી થવા માટેની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કેટલી નિયત કરેલી છે ?
44. સને 1962માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
45. અરુણાચલ પ્રદેશની ‘બ્રહ્મપુત્રા’ નદીનું બીજું નામ શું છે ?
46. ‘મમતા તરૂણી યોજના’ માટે છોકરીઓની વય મર્યાદા કેટલી છે ?
47. સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હોસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે છે ?
48. ગુજરાત સરકારના ઈ – મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?
49. ભારતને તેની ‘પોલિયો મુક્ત’ સ્થિતિ માટે સત્તાવાર પ્રમાણપત્ર કોણે રજૂ કર્યું ?
50. પાવરલૂમ ક્ષેત્રને વેગ આપવા માટે ભારત સરકારે 2017માં કઈ યોજના શરૂ કરી?
51. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિએટિવ હેઠળ ટ્રેડમાર્ક ફાઈલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલી ટકાવારી મળવા પાત્ર છે ?
52. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
53. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી) ના ઘટકોમાંની એક એવી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અપગ્રેડેશન (ડીટીયુ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
54. કયું રાજ્ય 2021માં સ્ટાર્ટઅપની દૃષ્ટિએ સૌથી વધુ શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યું હતું ?
55. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે કેટલા સમયમાં અરજી કરવાની હોય છે ?
56. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમાધારક સિવાયની લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
57. શ્રમિકોને હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ સંસ્થાની લોન માન્ય રહેશે ?
58. ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત ‘SANKALP’ પ્રકલ્પનું પુરું નામ શું છે?
59. RTI કાયદાને કારણે નીચેનામાંથી કયો અધિકાર વધ્યો છે?
60. સુપ્રીમ કોર્ટની સત્તા કોના દ્વારા વધારી શકાય છે ?
61. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે ?
62. ગુજરાત વિધાનસભામાં કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ 2009 ક્યારે પસાર કરવામાં આવ્યો?
63. કઈ સંસ્થાઓ પાસે માત્ર વહીવટી સંસ્થાઓ સંબંધિત અને ન્યાયિક નિર્ણયને લાગુ કરવાની સત્તા હોય છે?
64. કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા પોક્સો ઈ-બોક્સ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું?
65. સરકાર દ્વારા કર અને ડ્યુટી તરીકે એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
66. માનવ વિકાસ સૂચકાંક 2018માં ભારતનો ક્રમ કેટલો હતો ?
67. હર ઘર જલ કાર્યક્રમ દ્વારા કેટલા ગ્રામીણ પરિવારોને પાઈપ દ્વારા પાણી પહોંચાડવામાં આવેલ છે ?
68. નર્મદા કેનાલ આધારિત પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટને ગુજરાતની કઈ એજન્સી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો ?
69. અંબાજી-ઉમરગામ સિંચાઇ વિકાસ યોજના હેઠળ વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં કઈ પાઈપલાઈન યોજના દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય છે?
70. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો?
71. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
72. મોરબીમાં કયો બંધ આવેલો છે ?
73. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?
74. તાલુકા/જિલ્લા પંચાયતમાં આમંત્રિત સભ્ય તરીકે કોણ હોય છે?
75. પંચાયતો પર કોનું નિયંત્રણ હોય છે?
76. 2018માં યાત્રાધામ બેટ દ્વારકાના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?
77. 2020ના mygovtindia ના ટ્વીટ મુજબ ભારતના કેટલા શહેરોમાં મેટ્રો રેલ હતી?
78. હિંદુ ધર્મના પવિત્ર સ્થળો ચાર ધામના જોડાણ માટે કઈ રેલવે યોજના શરૂ થઈ ?
79. ગુજરાતમાં ફિલ્મ શુટીંગને પ્રોત્સાહિત કરવા સરકારે કઈ ક્લીયરન્સ પોલીસી અપનાવી?
80. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કર્યું ?
81. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
82. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવશે?
83. ગુજરાત સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને કેટલી જમીન ફાળવી છે?
84. સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકોની સતત વિકસિત ઈકોસિસ્ટમ બનાવવાની યોજના કઈ છે?
85. ધોરણ 11થી 12માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?
86. સહકાર મિત્ર યોજના શું છે ?
87. આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
88. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
89. માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહલગ્ન યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે?
90. ગુજરાત સ્પોર્ટ પોલીસી 2022 – 2027 માં ચુનંદા રમતવીરો માટે કેટલાં નવા ઉચ્ચ પ્રદર્શન કેન્દ્ર (HPCS) સ્થાપવાની પરિકલ્પના કરવામાં આવી છે?
91. ગુજરાતમાં એનિમલ કેર સેન્ટર કેટલા લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે?
92. સુરતમાં રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા કયા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો?
93. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ની સ્થાપના માટે કેટલી મહિલાઓનું સ્વસહાય જૂથ હોવું જોઈએ ?
94. નેશનલ આયર્ન યોજના’માં શાળાએ ન જતાં બાળકોને કોના દ્વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે ?
95. ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ (PMUY) ની શરૂઆત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા વર્ષે થઈ હતી ?
96. ભારતનાં પંજાબ અને હરિયાણા એ બે રાજ્યોની રાજધાની કઈ છે ?
97. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?
98. ભારતમાં તંતુવાદ્ય સિતારનું પ્રચલન કોણે કર્યું હતું?
99. ભારતમાં હિમાલય પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે ?
100. ‘ગિરિમથકોની રાણી ઊટી (તમિલનાડુ )’ કઈ પર્વતશ્રેણીમાં આવેલી છે ?
101. ચેસની રમતમાં કયો રંગ પ્રથમ ચાલ ચાલે છે?
102. ‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે?
103. આયુર્વેદની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે?
104. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
105. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
106. પ્રથમ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ કયા વર્ષથી ઊજવવામાં આવે છે?
107. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર શું છે?
108. રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ કયું છે ?
109. કુમારસ્વામી કામરાજને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
110. ભારતમાં ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મ નિર્માતા કોણ હતા?
111. ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?
112. ‘વિશ્વ મૂર્ખ દિવસ’ ક્યારે હોય છે ?
113. ‘મિસ યુનિવર્સ-૨૦૨૧’ની વિજેતા કોણ હતી ?
114. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?
115. ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ તરીકે પ્રસિદ્ધ થયેલા કયા કવિ છે ?
116. નીચેનામાંથી કઈ ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે?
117. ચંદ્રયાન-2 સાથેના લેન્ડર અવકાશયાનનું નામ શું છે?
118. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?
119. ‘કલાયણ સુંદર’ કોતરેલી મૂર્તિ ક્યાં જોવા મળે છે?
120. તાજમહેલ કયા શહેરમાં આવેલો છે?
121. ઉત્તરાખંડના કયા જિલ્લામાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
122. કઈ રક્તવાહિનીઓનો વ્યાસ સૌથી નાનો છે?
123. પ્રિન્ટ માટે કયું મેનુ પસંદ કરવામાં આવે છે?
124. કલાના સ્થાપત્ય તરીકે જાણીતા ‘ત્રણ દરવાજા’ ગુજરાતમાં ક્યાં આવેલા છે?
125. વૈશ્વિક સ્તરે નીચેનામાંથી કયું આર્થિક ક્ષેત્ર ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે?